Jeremiah 49:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
''હે હેશ્બોન, વિલાપ કર. આમ્મોનમાંનું આય નગર નાશ પામ્યું છે! રાબ્બાહની દીકરીઓ રુદન કરો, શોકનાં વસ્ત્રો પહેરો, રડતાં રડતાં વાડામાં આમતેમ દોડો, કેમ કે મિલ્કોમ, તેના યાજકો અને અમલદારો સર્વ બંદીવાસમાં જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે હેશ્બોનના લોકો, વિલાપ કરો! કારણ, આય નગરનો નાશ કરવામાં આવ્યો છે. હે રાબ્બાની સ્ત્રીઓ, પોક મૂકીને રડો! શોક પ્રદર્શિત કરવા કંતાન ઓઢો, ગૂંચવાઈ જઈને આમતેમ દોડો; કારણ, તમારા દેવ મિલ્કોમને તેના યજ્ઞકારો અને અધિકારીઓ સહિત બંદી કરીને લઈ જવાશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હેશ્બોન, વિલાપ કર, કેમ કે આય ઉજ્જડ થયું છે. હે રાબ્બાની દીકરીઓ, બૂમ પાડો, ટાટ ઓઢો; અને રડતાં રડતાં વાડોની પાસે આમતેમ દોડો; કેમ કે મિલ્કોમ, તેના યાજકો તથા તેના સરદારો તમામ બંદીવાસમાં જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે હેશ્બોન, વિલાપ કર. આમ્મોનમાંનું આયનગર નાશ પામ્યું છે! રાબ્બાહની સ્ત્રીઓ રૂદન કરો, શોકના વસ્ત્રો પહેરો, વાડામાં સંતાઇને રડો અને પ્રશ્ચાતાપ કરો. કારણ કે તમારા દેવ મિલ્કોમ, તેના યાજકો અને અમલદારોનો દેશનિકાલ કરવામાં આવશે.