Jeremiah 49:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ કહે છે; હે હાસોરના વતનીઓ, નાસો, દૂર જતા રહો, એકાંત જગ્યામાં વસો. ''કેમ કે બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તમારી વિરુદ્ધ તમારો નાશ કરવા માટે કાવતરું રચ્યું છે. નાસી જાઓ, પાછા જાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ કહે છે, “હે હાસોરના રહેવાસીઓ, નાસો, દૂર જતા રહો. બરાબર સંતાઈ જાઓ! કારણ, બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે તમારી વિરુદ્ધ યોજના ઘડી છે અને તમારી વિરુદ્ધ નિર્ધાર કર્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા કહે છે, હે હાસોરના રહેવાસીઓ, નાસો, દૂર ભટક્યા કરો, એકાંત જગામાં વસો; કેમ કે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તમારી વિરુદ્ધ મસલત કરી છે, અને તમારી વિરુદ્ધ સંકલ્પ કર્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા કહે છે: “ભાગો ભાગો, તમારો જીવ બચાવવા નાસી જાઓ. હાસોરના વતનીઓ, અરણ્યમાં દૂર દૂર સંતાઇ જાઓ! કારણ કે બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તમારી વિરુદ્ધ તમારો નાશ કરવા માટે કાવત્રું રચ્યું છે.