Jeremiah 49:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ કહે છે, ઊઠો અને જે પ્રજા સ્વસ્થ અને નિશ્ચિંત છે તેના પર હુમલો કરો. જેઓને દરવાજા નથી કે ભૂંગળો નથી અને જેઓ એકલા રહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી હું પ્રભુ કહું છું: “ઊઠો, જે લોકો નિરાંત ભોગવે છે અને પોતાને સલામત માને છે તેમના પર આક્રમણ કરો! તેમનાં નગરોને દરવાજા કે તાળાં નથી અને તેઓ એકલાઅટૂલા વસે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા કહે છે, ઊઠો, ને જે લોકો સ્વસ્થ અને નિશ્ચિંત રહે છે, જેઓને દરવાજા નથી તથા ભૂંગળો નથી, જેઓ એકલા વસે છે, તેઓની સામે ચઢી જાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“યહોવાએ નબૂખાદરેસ્સાર રાજાને કહ્યું, ‘ઊઠો, અને એ પ્રજા જે નિશ્ચિંત છે અને વિચારે છે કે તેના પર કોઇ હુમલો નહિ કરે, તેમના નગરોને દરવાજા કે સળિયા નથી અને તેઓ બધાં પોતાનામાં જ વસે છે.’