Jeremiah 49:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે તેઓનાં ઊંટો લૂંટાશે અને તેઓની સર્વ સંપત્તિ લૂંટાશે. અને જેઓની દાઢીના ખૂણા કાપેલા છે તેઓને હું ચારેકોર વિખેરી નાખીશ, અને દરેક બાજુએથી તેઓના પર આફત ઉતારીશ.'' એમ યહોવાહ કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમનાં ઊંટોને તથા ઢોરઢાંકને લૂંટી લો.” પ્રભુ કહે છે, “લમણાંના વાળ મૂંડનાર જાતિના લોકોને હું ચારે બાજુ વેરવિખેર કરી નાખીશ અને હું ચોમેરથી તેમના પર આફત લાવીશ. હું પ્રભુ આ બોલું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓનાં ઊંટો તમે લૂંટશો, તેઓનાં ઘણાં ઢોર લઈ જશો; અને જેઓની દાઢીના ખૂણા કોતરેલા છે તેઓને હું સર્વ દિશાએ વિખેરી નાખીશ; અને ચોતરફથી તેઓ પર વિપત્તિ લાવીશ, એવું યહોવા કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓનાં ઊંટો અને તેઓનાં અસંખ્ય ઘેટાં લૂંટી લો! હું એ મૂંડેલા થોભિયાવાળાઓને ચારેકોર વિખેરી નાખીશ અને દરેક બાજુએથી તેઓના પર આફત ઉતારીશ.” આ યહોવાના વચન છે.