Jeremiah 49:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આકાશની ચારે દિશાઓથી ચાર વાયુ હું એલામ પર મોકલીશ. અને એ ચારે વાયુઓ તરફ હું તેઓને વિખેરી નાખીશ. અને જ્યાં એલામથી નાઠેલા માણસો નહિ જાય, એવો કોઈ દેશ હશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું એલામ વિરુદ્ધ ચારે દિશાએથી પવન મોકલીશ અને તેના લોકને આ પવનોથી ચોમેર વેરવિખેર કરી નાખીશ, એટલે સુધી કે કોઈ એવો દેશ નહિ હોય જ્યાં એલામનો નિરાશ્રિત ન હોય!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આકાશની ચારે દિશાઓથી ચાર વાયુ એલામ પર મોકલીશ ને એ સર્વ વાયુઓની તરફ તેઓને વિખેરી નાખીશ, અને જ્યાં એલામથી નાઠેલા માણસો નહિ જાય એવો કોઈ દેશ હશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને એલામના લોકોને હું ચારે દિશામાં વિખેરી નાખીશ. તેઓ દેશનિકાલ થઇ વિશ્વના સર્વ દેશોમાં ફેલાઇ જશે.”