Jeremiah 49:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારા બળનું તમને શા માટે અભિમાન છે? હે અવિશ્વાસી દીકરી તારું બળ નાશ પામશે, તું દ્રવ્ય પર ભરોસો રાખીને કહે છે કે, મારી સામો કોણ આવશે?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે બેવફા લોકો, તમારી ઓસરી જતી શક્તિ વિષે બડાઈ કેમ કરો છો; અને તમારા બળ પર ભરોસો રાખીને કોઈ તમારા પર આક્રમણ કરવાની હિંમત કરશે નહિ એવું કેમ કહો છો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રે પિતૃદ્રોહી દીકરી, તું તારા દ્રવ્ય પર ભરોસો રાખીને કહે છે, ‘મારી સામે કોણ આવશે?’ રે, તું ખીણો વિષે, તારી રસાળ ખીણ વિષે, અભિમાન કેમ કરે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારી ખીણોનું તમને અભિમાન છે, પરંતુ ટૂંક સમયમાં જ તે નાશ પામશે. હે આમ્મોનના બંડખોર લોકો તમારા ભંડાર પર આધાર રાખી કહો છો કે, કોણ અમારા પર હુમલો કરી શકે એમ છે?”