Jeremiah 5:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારા લોકોમાં દુષ્ટ માણસો છે અને શિકારીઓ જેમ ગુપ્ત રહીને શિકાર કરવાનો લાગ શોધે છે, તેમ તેઓ મનુષ્યને પકડવા માટે ફાંદો તૈયાર કરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા લોકો મધ્યે દુષ્ટો વસે છે. પક્ષીઓ પકડનાર શિકારીની માફક તેઓ જાળ ફેલાવે છે પણ આ લોકો તો માણસોને પકડવા ટાંપી રહે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે મારા લોકોમાં દુષ્ટો દેખાય છે; જેમ પારધીઓ ગુપ્ત રહીને તાકે છે તેમ તેઓ તાકીને જુએ છે. તેઓ મનુષ્યને પકડવાને માટે છટકું માંડે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારા લોકોમાં દુષ્ટ માણસો છે, અને પારધીઓ જેમ ગુપ્ત રહીને શિકાર કરવાનો લાગ શોધે છે, તેમ તેઓ મનુષ્યને પકડવા માટે ફાંદો માંડે છે.