Jeremiah 5:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ હૃષ્ટપુષ્ટ અને તેજસ્વી થયા છે. તેઓનાં દુષ્ટ કાર્યોની કોઈ સીમા નથી. તેઓ અનાથોની વિનંતી સાંભળતાં નથી છતાં તેઓ સમૃદ્ધ થાય છે. અને તેઓ દરિદ્રોના હકનું રક્ષણ કરતા નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ જાડા અને ષ્ટપુષ્ટ બન્યા છે. વળી, તેમના ભ્રષ્ટાચારની કોઈ હદ નથી. તેઓ અનાથોને તેમનો હક્ક આપતા નથી અને છતાં આબાદ થાય છે; તેઓ જુલમપીડિતોના દાવાનો યોગ્ય ન્યાય આપતા નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ પુષ્ટ તથા તેજસ્વી થયા છે. વળી તેઓ દુષ્ટ કર્મો કરતાં હદબહાર જાય છે. તેઓ દાદ, અનાથોની દાદ, સાંભળતા નથી, છતાં તેઓ આબાદ થાય છે. અને દરિદ્રીઓનો હક તેઓ ધ્યાનમાં લેતા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ હૃષ્ટપુષ્ટ અને તેજસ્વી થયા છે. તેઓનાં દુષ્ટ કાર્યોની કોઇ સીમા નથી. તેઓ અનાથોની બાબતે ન્યાય કરતા નથી, તેમને સમૃદ્ધ થવાની કોઇ તક આપતા નથી, અને તેઓ નિર્ધનોના હકોનું રક્ષણ કરતાં નથી.