Jeremiah 50:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની ચારે બાજુએથી રણનાદ કરો, તેણે શરણાગતિ સ્વીકારી છે, તેના બુરજો પડી ગયા છે. તેના કોટ પાડી નાખવામાં આવ્યા છે. યહોવાહે લીધેલો બદલો એ છે. તેની પાસેથી બદલો લો. જેવું તેણે બીજાઓને કર્યું હતું તેવું જ તેને કરો!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નગરની ચારેબાજુએથી રણનાદ ગજવો. હવે બેબિલોન નગરીએ શરણાગતિ સ્વીકારી છે. તેના બુરજો તૂટી પડયા છે અને તેનો કોટ તોડી પાડવામાં આવ્યો છે. હું પ્રભુ બેબિલોન પર વેર વાળું છું તેથી તેના પર તમારું વેર વાળો! તેણે તમારા જેવા હાલ કર્યા હતા તેવા જ તેના પણ કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની સામે ચારે તરફથી રણનાદ કરો; તે શરણે થઈ છે; તેના બુરજો પડયા છે, તેના કોટ પાડી નાખવામાં આવ્યા છે; કેમ કે યહોવાએ લીધેલો બદલો તો એ છે. તેની પાસેથી બદલો લો; જેવું તેણે [બીજાઓને] કર્યું છે તેવું તેને કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેની ચારે બાજુએથી રણનાદ જગાવો, જુઓ, તે શરણાગતિ સ્વીકારે છે! તેનો કોટ પડી ગયો છે, યહોવાએ બદલો લીધો છે, તેણે કર્યું હતું તેવું જ તેને કરો!