Jeremiah 50:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
છેક છેડેથી તેના પર ચઢી આવો. તેના અનાજના ભંડારો ખોલી નાખો અને તેનો ઢગલો કરો. તેનો નાશ કરો. તેમાંથી કશું પણ બાકી ન રહેવા દો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બધા જ તેના પર હુમલો કરો. તેના કોઠારો ખોલી નાખો અને તેમાંનું અનાજ કાઢીને ઢગલા કરો; એનો પૂરેપૂરો નાશ કરો. કશું બચવા દેશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
છેક છેડેથી તેના પર ચઢી આવો, તેના કોઠારોને ઉઘાડી; તેના ઢગલા કરી નાખો, ને તેનો નાશ કરો; તેમાંથી કંઈ પણ બાકી રહેવા ન દો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હા, દૂરના દેશોમાંથી સૌ કોઇ તેના પર ચઢી આવો; તેના અનાજના ભંડારો ખોલી નાખો, લૂંટના માલનો અનાજની જેમ ઢગલો કરો, એનો નાશ કરો; કશું જ બચવા ન દેશો તેના બધા રહસ્યનો નાશ કરો, કોઇ બાકી ન રહે,