Jeremiah 50:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ તેઓનો ઉદ્ધારક બળવાન છે. તેમનું નામ સૈન્યોના યહોવાહ છે. પૃથ્વી પર શાંતિ ફેલાવવાને માટે અને બાબિલના રહેવાસીઓને કંપાવવાને તે નિશ્ચે તેઓનો પક્ષ રાખશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તેમનો બચાવ કરનાર બળવાન છે; તેમનું નામ સેનાધિપતિ યાહવે છે. તે જાતે જ તેમનો પક્ષ લેશે અને પૃથ્વી પર શાંતિ સ્થાપશે. પણ બેબિલોનના રહેવાસીઓમાં તો અંધાધૂંધી ફેલાવાશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓનો ઉદ્ધારનાર બળવાન છે; તેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે. પૃથ્વી પર શાંતિ ફેલાવવાને, ને બાબિલના રહેવાસીઓને કંપાવવાને તે નિશ્ચય તેઓનો પક્ષ લેશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ તેઓનો ઉદ્ધારક મહાન છે. તેનું નામ ‘યહોવા સર્વસમર્થ’ છે. તે અસરકારક રીતે તેઓના મુકદમાની વકીલાત કરશે અને ઇસ્રાએલમાં અને જગતમાં શાંતિ લાવશે. પરંતુ બાબિલમાં અંધાધૂંધી પેદા કરશે.”