Jeremiah 50:37 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના ઘોડાઓ તથા રથો પર તથા તેના સર્વ લોક જેઓ બાબિલમાં છે તેઓ પર તરવાર આવી છે, જેથી તેઓ સ્ત્રીઓ જેવા નિર્બળ થશે. તેની સર્વ સંપત્તિ પર તરવાર આવી છે અને તે લૂંટાઈ જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના ઘોડાઓ પર, તેના રથો પર અને તેના ભાડૂતી સૈનિકોને માથે તલવાર ઝઝૂમે છે તેઓ અબળા જેવા નબળા બની જશે. તેના ખજાના પર તલવાર ઝઝુમે છે; તે લૂંટાઈ જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના ઘોડાઓ પર, તેના રથો પર તથા તેઓમાંના મિશ્ર લોકો પર તરવાર આવી છે, તેઓ સ્ત્રીઓના જેવા થશે; તેના ખજાનાઓ પર તરવાર આવી છે, ને તેઓને લૂંટી લેવામાં આવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના ઘોડાઓ તથા રથો યુદ્ધમાં નાશ પામશે. બીજા મિત્ર દેશોમાંથી આવેલા યોદ્ધાઓ સ્ત્રીઓ જેવા નિર્બળ થશે, તેની સર્વ સંપત્તિ લૂંટાઇ જશે.