Jeremiah 50:38 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેનાં જળાશયો પર સુકવણું આવ્યું છે. તેઓ સુકાઈ જશે. કેમ કે સમગ્ર દેશ મૂર્તિઓથી ભરપૂર છે અને લોકો તે મૂર્તિઓ પ્રત્યે મોહિત થયા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેનાં જળાશયો પર તલવાર ઝઝુમે છે; તે બધાં સુકાઈ જશે. બેબિલોન દેશ તો ભયાનક મૂર્તિઓની ભૂમિ છે. અને લોકો તેમની પાછળ ઘેલા બને છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેનાં જળાશયો પર સૂકવણું આવ્યું છે, તેઓ સુકાઈ જશે; કેમ કે તે કોતરેલી મૂર્તિઓનો દેશ છે, ને તેઓ પોતાનાં પૂતળાં ઉપર મોહિત થયા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેનાં જળાશયો સુકાઇ જશે, શા માટે? કારણ કે સમગ્ર દેશ મૂર્તિઓથી ભરપૂર છે અને લોકો તે મૂર્તિઓ પ્રત્યેના પ્રેમમાં પાગલ થઇ ગયા છે.