Jeremiah 50:39 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આથી ત્યાં વગડાનાં જાનવરો અને જંગલનાં વરુઓ વાસો કરશે, શાહમૃગો ત્યાં વસશે. ત્યાં ફરી કદી માણસો વસશે નહિ અને યુગોના યુગો સુધી તે આમ જ રહેશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી બેબિલોન તો શિયાળવાં, તરસો અને ધુવડોનું રહેઠાણ થશે. તેમાં ફરીથી કોઈ વસવાટ કરશે નહિ અને પેઢીઓની પેઢીઓ સુધી તે નિર્જન પડી રહેશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી ત્યાં જંગલી પશુઓ તથા વરુઓ વસશે, ને તેમાં શાહમૃગો રહેશે; તે સદા નિર્જન રહેશે; અને ત્યાં પેઢી દરપેઢી કોઈ વસશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી ત્યાં બાબિલ નગરમાં વગડાના જાનવરો અને જંગલી વરુઓ વાસો કરશે, શાહમૃગો ત્યાં વસશે. ત્યાં ફરી કદી માણસો વસશે નહિ અને યુગોના યુગો સુધી તે આમ જ રહેશે.”