Jeremiah 50:45 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે હવે બાબિલ વિષે યહોવાહના મનમાં શી યોજના છે તે સાંભળી લો, અને ખાલદીઓ માટે મેં ઘડેલી યોજનાઓ વિષે સાંભળો, નાનામાં નાના ઘેટાંને પણ ઘસડી લઈ જશે. અને તે તેમની સાથે તેઓના ઘેટાંના વાડાને નિશ્ચે ઉજ્જડ કરી નાખશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી બેબિલોનના લોકો વિરુદ્ધ ઘડેલી મારી યોજના વિષે સાંભળો! અને ખાલદીઓના દેશ વિરુદ્ધ મારા ઈરાદાઓ સાંભળો! હું સોગંદપૂર્વક કહું છું કે નાનાં નાનાં બાળકોને પણ શત્રુ ઘસડી જશે! અને તેમની દશા જોઈને બીજા ચોંકી ઊઠશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માટે યહોવાનો જે સંકલ્પ તેણે બાબિલની વિરુદ્ધ કર્યો છે, ને તેમણે જે ઇરાદા ખાલદીઓના દેશથી વિરુદ્ધ કર્યા છે, તે સાંભળો; ટોળાંમાનાં જે સહુથી નાનાં તેઓને તેઓ પણ નક્કી ઘસડી લઈ જશે. તે તેઓની સાથે તેઓનું રહેઠાણ ખચીત ઉજ્જડ કરી નાખશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માટે હવે બાબિલ વિષે મારા મનમાં શી યોજના છે; તે સાંભળી લો; “અને ખાલ્દીઓ માટે મેં ઘડેલી યોજનાઓ વિષે નાનામાં નાના ઘેટાંને પણ ઘસડી લઇ જશે અને તેમના નસીબે તેમના ઘેટાંના વાડાને ભયગ્રસ્ત કરાશે.