Jeremiah 51:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સૈન્યોના યહોવાહે પોતાના નામના સમ ખાઈને પ્રતિજ્ઞા કરી છે કે, ''હું તીડોનાં ટોળાંની જેમ ગણ્યા ગણાય નહિ તેટલાં માણસોને તારી સામે લાવીશ અને તેઓ તારો પરાજય કરી વિજયનાદ કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સેનાધિપતિ પ્રભુએ પોતાના જીવના સોગંદ લઈ કહ્યું છે: “હું તીડોની માફક અસંખ્ય માણસો બેબિલોનમાં લાવીશ, અને તેઓ તારા પર વિજેતા બનીને જયઘોષ કરશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સૈન્યોના [ઈશ્વર] યહોવાએ પોતાના જીવના સમ ખાધા છે કે, હું તને તીડોની જેમ માણસોથી ખચીત ભરી દઈશ; અને તેઓ તારી વિરુદ્ધ ગર્જના કરશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સૈન્યોનો દેવ યહોવાએ પોતાના નામના સમ ખાઇને પ્રતિજ્ઞા કરી છે કે, “હું તીડોના ટોળાંની જેમ ગણ્યા ગણાય નહિ તેટલા માણસોને તારી સામે લાવીશ અને તેઓ તારો પરાજય કરી વિજયનાદ કરશે.”