Jeremiah 51:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ કહે છે, જુઓ, હે બળવાન પર્વત બાબિલ, પૃથ્વીનો નાશ કરનાર, હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તારી ઊંચાઇઓ પરથી તને નીચે ગબડાવીશ. અને અગ્નિથી ભસ્મ થયેલા પર્વત જેવો કરી તને છોડી દઈશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે બેબિલોન, તું તો આખી દુનિયા પર તૂટી પડનાર આક્રમકોના મોટા પર્વત જેવો થયો છું. પણ હું તારી વિરુદ્ધ છું. હું મારો હાથ લંબાવીને તને પકડીશ અને ભેખડ પરથી ગબડાવી પાડીશ અને તને બાળીને ભસ્મ કરી દઈશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા કહે છે, “રે આખી પૃથ્વીને નષ્ટ કરનાર વિનાશક પર્વત, તું જો, હું તારી વિરુદ્ધ છું! હું મારો હાથ તારા પર લાંબો કરીને તને ખડકો પરથી ગબડાવીશ, ને તને અગ્નિથી ભસ્મ થઈ ગયેલા પર્વત જેવો કરી નાખીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા કહે છે, “હે બળવાન પર્વત બાબિલ, પૃથ્વીનો નાશ કરનાર, હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તારી ઊંચાઇઓ પરથી તને નીચે ગબડાવીશ, અને અગ્નિથી ભસ્મ થયેલા પર્વત જેવો કરી તને છોડી દઇશ.