Jeremiah 51:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાબિલના અતિ પરાક્રમી યોદ્ધાઓ હવે યુદ્ધ કરતા નથી. તેઓ કિલ્લાઓમાં ભરાઈ ગયા છે, તેઓ હિંમત હારી ગયા છે. અને સ્ત્રીઓ જેવા થઈ ગયા છે. આક્રમણ કરનારાઓએ તેઓનાં ઘરો બાળી નાખ્યાં છે અને નગરના દરવાજાઓ તોડી નાખ્યા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બેબિલોનના સૈનિકોએ લડવાનું બંધ કર્યું છે અને તેઓ પોતાના કિલ્લામાં ભરાઈ ગયા છે. તેઓ હિંમત હારી ગયા છે અને તેઓ અબળા જેવા નબળા બની ગયા છે. નગરના દરવાજાઓને તોડી પાડવામાં આવ્યા છે અને મકાનોને આગ લગાડવામાં આવી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બાબિલના શૂરવીરો લડવાનું બંધ કરે છે, તેઓ પોતાના કિલ્લાઓમાં ભરાઈ રહ્યા છે. તેઓનું સામર્થ્ય ખૂટી ગયું છે; તેઓ સ્ત્રીઓના જેવા થઈ ગયા છે; તેનાં ઘરબાર બળી ગયાં છે. તેની ભૂંગળો ભાંગી ગઈ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાબિલના અતિ પરાક્રમી યોદ્ધાઓ હવે યુદ્ધ કરતા નથી. તેઓ કિલ્લાઓમાં ભરાઇ ગયા છે, તેઓ હિંમત હારી ગયા છે. અને સ્ત્રીઓ જેવા થઇ ગયા છે. આક્રમણ કરનારાઓએ તેઓનાં ઘરો બાળી નાખ્યા છે અને નગરના દરવાજાઓ તોડી નાખ્યાં છે.