Jeremiah 51:41 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શેશાખને કેવો જીતી લેવામાં આવ્યો છે! આખી પૃથ્વીમાં પ્રશસિત થયેલો તે કેવો પકડાયો છે! બાબિલ અન્ય પ્રજાઓમાં કેવો ઉજ્જડ થયો છે!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેનું ગુપ્ત નામ શેશાખ છે તે બેબિલોન વિષે પ્રભુ કહે છે, “આખી દુનિયા જે નગરની શોભાનાં ગુણગાન ગાતી હતી તેને જીતી લેવામાં આવ્યું છે. હવે બેબિલોનની ભયાનક દશા જોઈને દુનિયાની બધી પ્રજાઓ થથરી ઊઠી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શેશાખને કેવો જીતી લેવામાં આવ્યો છે! આખી પૃથ્વીમાં પ્રશંસિત થયેલા તે કેવો પકડાયો છે! બાબિલ [અન્ય] પ્રજાઓમાં કેવો ઉજ્જડ થયો છે!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાબિલ વિષે યહોવા કહે છે; “જે નગરની પ્રસંશા સમગ્ર દુનિયા કરતી હતી તે નગરનું પતન થયું છે. બાબિલની આવી બિહામણી સ્થિતી જોઇ દુનિયાની પ્રજાઓ આઘાત અનુભવે છે.