Jeremiah 51:52 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી યહોવાહ કહે છે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે હું બાબિલની મૂર્તિઓને સજા કરીશ અને સમગ્ર દેશમાં ઘાયલ થયેલા માણસો નિસાસા નાખશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી હું પ્રભુ કહું છું કે, એવો સમય આવશે જ્યારે હું બેબિલોનની મૂર્તિઓને સજા કરીશ અને ઘવાયેલાનો કણસાટ આખા દેશમાં સંભળાશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું તેની કોતરેલી મૂર્તિઓને શાસન આપીશ; અને તેના આખા દેશમાં ઘાયલ થયેલા માણસો નિસાસા નાખશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવી રહ્યો છે જ્યારે હું બાબિલની મૂર્તિઓને સજા કરીશ અને સમગ્ર દેશમાં ઘવાયેલાઓનો આર્તનાદ સંભળાતો હશે.