Jeremiah 51:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાબિલમાંથી નાસી જાઓ. સૌ પોતપોતાના જીવ બચાવવા નાસી જાઓ! બાબિલના પાપે તમે મરશો નહિ, કેમ કે બદલો લેવાનો યહોવાહનો આ સમય છે. તે તેને ઘટતી સજા કરી રહ્યા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બેબિલોનમાંથી નાસી છૂટો, તમે બધા જીવ લઈને ભાગો; જેથી બેબિલોનના પાપને લીધે તમે માર્યા ન જાઓ. હવે બદલો લેવાનો મારો સમય આવ્યો છે, અને હું તેને યોગ્ય સજા કરી રહ્યો છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે દરેક તમારા પ્રાણ બચાવો, બાબિલમાંથી નાસો. [ત્યાં રહીને] તેની દુષ્ટતા [ની શિક્ષા] માં તમે નાશ ન પામો; કેમ કે બદલો લેવાનો યહોવાનો સમય આવ્યો છે; તે તેને પ્રતિફળ આપશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાબિલમાંથી ભાગી જાઓ! સૌ પોત પોતાના જીવ બચાવવા નાસી જાઓ! બાબિલના પાપે તમે મરશો નહિ, કારણ કે બદલો લેવાનો આ યહોવાનો સમય છે. તે તેને ઘટતી સજા કરી રહ્યા છે.