Jeremiah 52:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લોકોમાંના કેટલાક ગરીબ માણસોને તથા નગરના બાકી રહી ગયેલા લોકોને જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેઓને અને બાકી રહી ગયેલા કારીગરોને, રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારઅદાન બંદીવાસમાં લઈ ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન નગરમાં બાકી રહેલા લોકોને, બેબિલોન રાજાના શરણે ગયેલા લોકોને અને બાકી રહેલા કુશળ કારીગરોને દેશનિકાલ કરી બેબિલોન લઈ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લોકોમાંના કેટલાક કંગાલ માણસોને, તથા નગરમાં બાકી રહી ગયેલા લોકોને તથા જેઓ બાબિલના રાજાના પક્ષમાં ગયા હતા તેઓને, તથા બાકી રહેલા કારીગરોને રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન બંદીવાસમાં લઈ ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે શહેરની બાકી રહેલી વસ્તીને, જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેમને અને રહ્યાસહ્યા કારીગરોને દેશવટો દીધો,