Jeremiah 6:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કોને કહું અને કોને ચેતવણી આપું કે તેઓ સાંભળે? તેઓના કાન બેસુન્નત છે; કે તેઓ સાંભળી શકતા નથી. ધ્યાન આપો!" જુઓ, યહોવાહનું વચન તેમની પાસે તેઓને સુધારવા માટે આવ્યું પણ તેઓએ તેને સ્વીકાર્યું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં ઉત્તર આપ્યો, “હું કોને કહું? મારી ચેતવણી કોણ સાંભળશે? તેમના સુન્‍નતરહિત કાન ઉઘાડા નથી અને તેઓ સાંભળવા માંગતા નથી. પ્રભુનો સંદેશ તેમને માટે ઘૃણાસ્પદ છે અને તે તેમને પસંદ નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કોને કહું ને કોને ચેતવણી આપું કે, તેઓ સાંભળે? જુઓ, તેઓના કાન બેસુન્નત છે, તેથી તેઓ સાંભળી શકતા નથી! જુઓ, તેઓ યહોવાનું વચન નિંદાસ્પદ છે એમ ગણે છે; તેમાં તેઓ આનંદ માણતા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં જવાબ આપ્યો, “મારે કોને કહેવું? કોને ચેતવવા? કોણ સાંભળશે? તેમના કાન તમારા વિષે કંઇ સાંભળવા માંગતા નથી. હા, તેઓ યહોવાના વચનને નિંદાસ્પદ ગણે છે, તેઓને તે ગમતા નથી.