Jeremiah 7:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારા ભાઇઓને એટલે એફ્રાઇમના સર્વ વંશજોને મેં બહાર ફેંકી દીધા તેમ હું તમને મારી નજર આગળથી દૂર કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને જેમ મેં તમારા જાતભાઈઓ એફ્રાઈમના વંશજો, અરે, ઇઝરાયલના બધા લોકોને હાંકી કાઢયા એમ હું તમને મારી નજર સામેથી હાંકી કાઢીશ. હું પ્રભુ પોતે એ બોલું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી જેમ તમારા સર્વ ભાઈઓને, એટલે એફ્રાઈમના સર્વ વંશજોને, મેં ફેંકી દીધા, તેમ હું તમને મારી નજર આગળથી ફેંકી દઈશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારા ભાઇઓને એટલે એફ્રાઇમના લોકોને જેમ કર્યું હતું, તેમ હું તમને બંદીવાસમાં મોકલી આપીશ.’”