Jeremiah 7:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"યહોવાહના મંદિરના પ્રવેશદ્વાર પાસે તું જઈને ઊભો રહે અને ત્યાં આ વચન પોકારીને કહે! હે યહૂદિયાના સર્વ લોક, જેઓ યહોવાહની સ્તુતિ કરવાને આ પ્રવેશદ્વારમાં પેસે છે તે 'તમે યહોવાહનું વચન સાંભળો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પ્રભુના મંદિરના દરવાજે ઊભો રહી આ સંદેશ પ્રગટ કરતાં કહે; હે યહૂદિયાના સર્વ લોકો, તમે જેઓ આ દરવાજાઓથી પ્રવેશીને પ્રભુની ભક્તિ કરવા જાઓ છો તેઓ પ્રભુનો સંદેશ સાંભળો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“યહોવાના મંદિરના દરવાજા તરફ ઊભો રહે, ને ત્યાં આ વચન પોકારીને કહે, હે યહૂદિયાના સર્વ લોકો, જે યહોવાને ભજવાને અર્થે આ દરવાજામાં પેસો છો, તે તમે યહોવાનું વચન સાંભળો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“યહોવાના મંદિરના પ્રવેશદ્વાર પાસે તું જા અને ત્યાં થઇને મારી ઉપાસના કરવા આવનાર સૌ યહૂદિયા વાસીઓની આગળ જાહેરાત કર;