Jeremiah 7:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સૈન્યોના ઈશ્વર યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, તમારા યજ્ઞમાં તમારાં દહનાર્પણો ઉમેરીને માંસ ખાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પરમેશ્વર, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે, “હે મારા લોક, કેટલાંક બલિદાનોનું તમે સંપૂર્ણ દહન કરો છો અને કેટલાંક બલિદાનમાંથી તમને ખાવાની છૂટ છે. પણ હવે તમે ભલે બધાં જ બલિદાનમાંથી ખાઓ!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “તમારા યજ્ઞોમાં તમારાં દહનીયાર્પણો ઉમેરીને માંસ ખાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે, “મારા લોકો, ભલે તમે મને ચઢાવેલ યજ્ઞ ભેગુ દહનાર્પણ પણ લઇ લો અને એ બધું માંસ તમે ખાઇ જાઓ.