Jeremiah 7:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું જ્યારે તેમને આ વાત કરશે ત્યારે તેઓ સાંભળશે નહિ, તું તેઓને બોલાવીશ પણ તેઓ જવાબ આપશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તેથી યર્મિયા, તું આ બધી વાતો મારા લોકને કહીશ, પણ તેઓ તારું સાંભળશે નહિ; તું તેમને બોલાવીશ, પણ તેઓ તને ઉત્તર આપશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું આ બધાં વચન તેમને કહી સંભળાવીશ, પણ તેઓ તારું સાંભળશે નહિ. તું તેઓને બોલાવીશ પણ તેઓ તને ઉત્તર આપશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“યર્મિયા, તું જ્યારે તેમને આ વાત કરશે ત્યારે તેઓ સાંભળવાના નથી, તું જો તેમને સાદ કરશે તો તેઓ જવાબ આપનાર નથી. માટે યોગ્ય પ્રત્યુત્તરની આશા રાખીશ નહિ.