Jeremiah 7:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી યહોવાહ કહે છે, જુઓ, એવો સમય આવે છે કે, જ્યારે તે તોફેથ તથા બેન-હિન્નોમના દીકરાની ખીણ કહેવાશે નહિ પરંતુ કતલની ખીણ કહેવાશે; અને બીજી કોઈ ખાલી જગ્યા નહિ હોવાને લીધે તેઓ મૃતદેહોને તોફેથમાં દફનાવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી હું પ્રભુ કહું છું કે એવો સમય આવશે જ્યારે એ સ્થાનને તોફેથ કે હિન્નોમની ખીણ કહેવામાં આવશે નહિ, પણ ‘સંહારની ખીણ’ કહેવામાં આવશે. કારણ, જરાપણ જગા ખાલી ન રહે ત્યાં સુધી તેઓ તોફેથમાં મૃતદેહો દફનાવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવે છે કે, જ્યારે તે તોફેથ તથા હિન્નોમના પુત્રની ખીણ ફરી કહેવાશે નહિ, પણ તેને કતલની ખીણ કહેશે! અને બીજી કંઈ ખાલી જગા નહિ હોવાને લીધે તેઓ તેમાં મુડદાં દાટશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“એવો સમય આવે છે જ્યારે ‘તોફેથ’ અથવા ‘બેન-હિન્નોમની ખીણ’ નું નામ બદલીને ‘કતલની ખીણ’ રાખવામાં આવશે અને તેઓને દફનાવવા જગ્યા બાકી ન રહે ત્યાં સુધી તેમને તોફેથમાં દફનાવવામાં આવશે પછી તેઓના મૃતદેહોને ખીણમાં નાખી દેવામાં આવશે.