Jeremiah 8:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આકાશમાં ઊડતો બગલો પણ પોતાના સ્થળાંતરનો સમય જાણે છે, તેમ જ હોલો, અબાબીલ તથા સારસ પણ પોતપોતાનો આવવાનો સમય સાચવે છે, પરંતુ મારા લોક યહોવાહનો નિયમ સમજતા નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આકાશમાં ઊડનાર બગલો પોતાનો પાછા ફરવાનો નિયત સમય જાણે છે; કબૂતર, અબાબીલ અને સારસ તેમના સ્થળાંતરનો સમય સાચવે છે. પણ મારા લોકને મારા નિયમની સમજ નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વાયુચર બગલો પણ પોતાનો નીમેલો વખત જાણે છે; હોલો, અબાબીલ તથા સારસ પોતપોતાનો આવવાનો સમય સાચવે છે. પણ મારા લોકો યહોવાનો નિયમ સમજતા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આકાશમાં ઊડતો બગલો પણ પોતાના સ્થળાંતરનો સમય જાણે છે, તેમ જ હોલો, અબાબીલ તથા સારસ પણ જાણે છે, પ્રતિવર્ષ તેઓ સર્વ યહોવાએ તેમના માટે નિર્ધારિત કરેલા સમયે પાછા ફરે છે; પરંતુ મારા લોકોને યહોવાના નિયમનું ભાન નથી.