Jeremiah 9:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કોણ એવો બુદ્ધિમાન માણસ છે કે જે આ સમજી શકે? જેને યહોવાહે પોતાના મુખે પ્રગટ કરવાનું કહ્યું તે કોણ છે? વળી આ ભૂમિ શા માટે નષ્ટ થઈ ગઈ છે? તે રાનની પેઠે એવી બળી ગઈ છે કે તેમાં થઈને કોઈ જતું નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં કહ્યું: “હે પ્રભુ, શા માટે આ દેશ ઉજ્જડ થયો છે અને તે રણની જેમ સુકાઈ ગયો છે કે તેમાંથી કોઈ પસાર પણ થતું નથી? એ સમજવાને કોઈ જ્ઞાની છે? કોના મુખે પ્રભુ એ જણાવવા માગે છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[મેં પૂછયું] “ભૂમિ શા માટે નષ્ટ થઈ છે, તે શા માટે રાનની પેઠે એવી બળી ગઈ છે કે તેમાં થઈને કોઈ જતું નથી, એ [શા માટે બન્યું છે એ] સમજનાર બુદ્ધિમાન પુરુષ કોણ? વળી જેને યહોવાએ પોતાને મુખે એ પ્રગુ કરવાને કહ્યું છે તે કોણ?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં પૂછયું, “યહોવા, કોણ એવો શાણો છે જે આ સર્વ સમજી શકે? તે સમજાવનાર યહોવાનો સંદેશાવાહક ક્યાં છે? વળી આ દેશ શા માટે અરણ્ય જેવો થઇ ગયો છે કે તેમાં થઇને મુસાફરી કરવાની કોઇ હિંમત કરતું નથી?”