Jeremiah 9:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમની જીભ જીવલેણ બાણ જેવી છે, તેઓ જૂઠાણું જ ઉચ્ચારે છે. તેઓ મુખથી પોતાના પડોશી સાથે શાંતિથી બોલે છે, પણ મનમાં એકબીજાને ફસાવવાના ઘાટ ઘડે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમની જીભ તીક્ષ્ણ તીર જેવી છે; તેમના મુખમાં સદા છેતરપિંડી હોય છે. દરેક પોતાના પડોશી સાથે મિત્રભાવે બોલે છે, પણ મનમાં તેનો ઘાત કરવાનું કાવતરું ઘડે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓની જીભ પ્રાણઘાતક તીર જેવી છે! તે કપટથી બોલે છે. મુખથી કોઈ પોતાના પડોશીની સાથે શાંતિથી વાત કરે છે, પણ મનમાં તેનો ઘાત કરવાની યોજના કરે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમની જીભ જીવલેણ બાણ જેવી છે, તેઓ જૂઠાણું જ ઉચ્ચારે છે. બધા મોઢે મીઠું બોલે છે, પણ મનમાં એકબીજાને ફસાવવાના ઘાટ ઘડે છે.”