Job 1:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તમે તેનું, તેના ઘરનું તથા તેનાં હાથનાં કામોની ચોગરદમ વાડ બનાવી નથી? તમે તેને અને તેના કામધંધાને આશીર્વાદ આપ્યો છે. તેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું તમે તેનું, તેના કુટુંબનું અને તેની સર્વ સંપત્તિનું ચોતરફથી જાણે કે વાડ બાંધીને રક્ષણ કરતા નથી? તેના દરેક કાર્યને તમે આશિષ દો છો; અને તેની પશુસંપત્તિ દેશમાં વિસ્તારી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું તમે તેનું, તેના ઘરનું તથા તેન સર્વસ્વનું ચારે તરફ રક્ષણ કરતા નથી? તમે તેને તેના કામધંધામાં આશીર્વાદ આપ્યો છે, જેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારા રક્ષણથી તેનું જીવન, તેનું ઘર, તેની સંપતિ બધુંજ સુરક્ષિત છે. તે જે કઇ કરે છે તેમાં તમે તેને સફળ બનાવ્યો છે. હા, તમે તેને આશીર્વાદ આપ્યા છે. તે એટલો શ્રીમંત છે કે તેના ગાયના અને ઘેટાઁ બકરાઁના ઘણનાઘણ આખા દેશભરમાં છે.