Job 1:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે હજી કહેતો હતો એટલામાં બીજાએ આવીને કહ્યું, ''કાસ્દીઓની ત્રણ ટોળીઓ ઊંટો પર હુમલો કરીને તેઓને લઈ ગયા છે. વળી તેઓએ ચાકરોને તરવારથી મારી નાખ્યા છે. ફક્ત હું એકલો જ તમને ખબર આપવા બચી ગયો છું.''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે બોલતો હતો ત્યાં તો ત્રીજાએ આવીને કહ્યું: “ક્સ્દી લોકોની ત્રણ ટોળીઓએ હુમલો કરીને ઊંટોને લઈ ગયા છે, અને બધા નોકરોને તરવારથી કાપી નાખ્યા છે, માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે હજી તો કહેતો હતો, એટલામાં બીજાએ આવીને કહ્યું, “કાસ્દીઓની ત્રણ ટોળીઓ ઊંટો પર હુમલો કરીને તેઓને લઈ ગયા છે, વળી ચાકરોને તરવારથી મારી નાખ્યા છે. અને ફકત હું એકલો જ તમને ખબર આપવાને બચી ગયો છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે બોલવાનું પૂરું કરે તે પહેલા, એક ત્રીજો સંદેશવાહક આવ્યો અને કહ્યું, “કાસ્દીઓએ સૈનિકોના ત્રણ ટોળા મોકલ્યા. તેઓએ અમારા પર હુમલો કર્યો અને ઊંટો લઇ લીધા. તેઓએ સેવકોને મારી નાખ્યા છે. તમને આ સમાચાર આપવા ફકત હું જ બચી ગયો છુ.”