Job 12:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારા પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું; હું, જેણે ઈશ્વરને પ્રાર્થના કરી અને જેને ઈશ્વરે ઉત્તર પણ આપ્યો તે હું છું; હું, નિર્દોષ અને સંપૂર્ણ માણસ જે હમણાં હાંસીપાત્ર ગણાય તે હું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક સમયે ઈશ્વર મારી પ્રાર્થના સાંભળતા હતા, પણ અત્યારે હું મારા મિત્રોની દષ્ટિમાં પણ હાંસીપાત્ર બન્યો છું; અને હું નેક અને નિર્દોષ માણસ હોવા છતાં મારી મજાક ઉડાવાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેણે ઈશ્વરની પ્રાર્થના કરી, અને જેને ઈશ્ચરે ઉત્તર પણ આપ્યો, એવા માણસને તેના પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું; એટલે ન્યાયી, સંપૂર્ણ માણસ હાંસીપાત્ર છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
‘એક દિવસ દેવ મારી પ્રાર્થના સાંભળતા હતા;’ પણ હવે તો મારા મિત્રો પણ મારી પર હસે છે, હું ખરેખર સાચો છું અને નિર્દોષ છું છતાં તેઓ હસે છે.