Job 13:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે મારા પગમાં બેડીઓ બાંધો છો; તમે મારા બધા રસ્તાઓ ધ્યાનમાં રાખો છો, તમે મારાં પગલાં તપાસો છો;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કે હું સડી ગયેલી વસ્તુની જેમ નષ્ટ થતો જાઉ છું અને ઉધઈએ કોરી ખાધેલા વસ્ત્રની જેમ ર્જીણ થતો જાઉં છું. તો પણ તમે મારા પગે બેડી બાંધો છો અને કયા માર્ગે મારું પગેરું જાય છે તે જાણવા મારા પગના તળિયે ડામનાં નિશાન લગાડો છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે મારા પગ હેડમાં પૂરો છો, અને મારા સર્વ રસ્તાઓ ધ્યાનમાં રાખો છો; તમે મારાં પગલાં આંકો છો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હે દેવ, તમે મારા પગમાં બેડીઓ બાંધો છો, તમે મારા બધા રસ્તાઓ ધ્યાનથી નિરખો છો, અને મારું એકેએક ડગલું તપાસો છો.