Job 14:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના આયુષ્યની મર્યાદા નક્કી કરેલી છે, તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે. તમે તેની હદ નક્કી કરી છે તેને તે ઓળંગી શકે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મનુષ્યની આયુમર્યાદા નિશ્ર્વિત કરેલી છે; તેના આયુના મહિનાની સંખ્યા તમારા નિયંત્રણમાં છે; તમે આંકેલી વયમર્યાદા તે ઓળંગી શક્તો નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે, તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે, તમે તેની હદ ઠરાવી છે, તેને તે ઓળંગી શકે નહિ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે માણસના આયુષ્યના મહિનાઓ એવાં મર્યાદિત કરી નાંખ્યા છે કે તેને ઓળંગી શકે નહિ; તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે.