Job 16:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરે તેમના કોપથી મને ચીરી નાખ્યો છે અને મને સતાવ્યો છે; તેમણે મારી સામે તેમના દાંત પીસ્યા છે. મારા દુશ્મનોએ પોતાની આંખો મારી સામે કરડી કરી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વર મને ધિક્કારે છે અને મને ક્રોધથી રહેંસી નાખે છે; પોતાના રોષમાં તે મારી સામે દાંત પીસે છે. મારો શત્રુ મારી સામે આંખો કાઢે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમણે પોતાના ક્રોધમાં મને ચીરી નાખ્યો છે, અને મને સતાવ્યો છે; તેમણે મારી સામે પોતાના દાંત પીસ્યા છે; મારો વેરી પોતાની આંખો મારી સામે કરડી કરે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“દેવ મારા પર હુમલો કરે છે, તે મારી સાથે ઉદ્વિગ્ન છે અને મારા શરીરને કાપીને અલગ કરે છે. દેવ મારી સામે તેના દાંત પીસે છે. મારા દુશ્મનો મારી સામે ધિક્કારથી જુએ છે.