Job 18:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું જ તારા ક્રોધથી તારી જાતને દુ:ખ પહોંચાડી રહ્યો છે. શું તારા માટે પૃથ્વીનો ત્યાગ કરવામાં આવશે? અથવા શું ખડકને પોતાને સ્થાનેથી ખસેડવામાં આવશે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું તારા ક્રોધાવેશમાં તારી જાતને ઘાયલ કરી નાખે, તો પણ તારે લીધે કંઈ પૃથ્વી વેરણખેરણ કરી નંખાશે, અથવા તને સંતોષવા કંઈ પહાડો ખસેડાશે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે પોતાના ક્રોધમાં પોતાને ફાંસી નાખનાર, શું તારી ખાતર પૃથ્વીનો ત્યાગ કરવામાં આવશે? અથવા શું ખડકને પોતાને સ્થાનેથી ખસેડવામાં આવશે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અયૂબ, તું જ તારા ક્રોધથી તારી જાતને દુ:ખ પહોંચાડી રહ્યો છે. શું તારા માટે લોકોએ પૃથ્વી છોડીને જવું? શું તમે વિચારો છો કે માત્ર તમારા સંતોષ માટે દેવ પર્વતોને હલાવશે?