Job 20:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તેનું પેટ ભરવાની તૈયારીમાં હશે એટલામાં, ઈશ્વરનો ક્રોધ તેના પર ઊતરશે; તે ખાતો હશે એટલામાં તેના પર તે કોપ વરસાવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેને પોતાનું પેટ પૂરેપૂરું ભરવા દો; કારણ, ઈશ્વર તેના પર પોતાનો ભયાનક ક્રોધાગ્નિ મોકલશે, અને તેના પર પોતાનો કોપ વરસાવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે પોતાનું પેટ ભરવાની તૈયારીમાં હશે એટલામાં તો [ઈશ્વર] નો કોપ તેના પર ઊતરશે, તે ખાતો હશે, એટલામાં તેના પર તે વરસાવવામાં આવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તેનું પેટ તેને જે જોઇએ છે તેનાથી ભરાયું હશે, દેવ તેની સામે ભભૂકતા ક્રોધનો વરસાદ વરસાવશે. દેવ તેના પર સજાનો વડસાદ વરસાવશે.