Job 20:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના ખજાનાની જગ્યાએ કેવળ અંધકાર તેને માટે રાખી મૂક્યો છે. પ્રચંડ અગ્નિ કે જેને કોઈ માનવે સળગાવ્યો નથી તે તેને ભસ્મીભૂત કરી નાખશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના ખજાના પર ઘોર અંધકાર વ્યાપી જશે, જેને પેટાવવી પડતી નથી એવી વીજળી તેને ભસ્મ કરી નાખશે, અને તેના તંબૂમાં બચેલું સઘળું સળગી જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના ધનભંડારને સ્થાને માત્ર અંધકાર તેને માટે રાખી મૂકેલો છે; [કોઈ માણસે] નહિ સળગાવી હોય એવી આગ તેને ભસ્મ કરશે; તેના તંબુમાં જે કંઈ હજી બચ્યું હશે તેને તે બાળી નાખશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેનો ખજાનો અંધકારના ઊંડાણમાં ખોવાઇ જશે. પ્રચંડ અગ્નિ કે જેનો કોઇ માનવે આરંભ કર્યો નથી. તેના માલ સામાનનો નાશ કરશે અને તેનું જે કાંઇ બાકી છે તે સર્વ ભસ્મીભૂત થઇ જશે.