Job 21:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દુષ્ટ લોકોનો દીવો કેટલીવાર ઓલવી નાખવામાં આવે છે? અને કેટલીવાર વિપત્તિ તેઓ પર આવી પડે છે? ઈશ્વર તેમના કોપથી કેટલીવાર તેમના ઉપર દુઃખો મોકલે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દુષ્ટોનો દીવો કેટલી વાર ઓલવી નાંખવામાં આવે છે? ક્યારે તેમના પર વિનાશ આવી પડે છે? ક્યારે ઈશ્વર પોતાના ક્રોધમાં તેમને દુ:ખ દે છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેટલી વાર દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવે છે? અને વિપત્તિ તેઓના ઉપર કેટલી વાર આવી પડે છે? [ઈશ્વર] પોતાના કોપથી તેમના ઉપર [કેટલી વાર] દુ:ખ મોકલે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ કેટલીવાર દેવ અવારનવાર દુષ્ટ લોકોનો દીવો ફૂંક મારીને ઓલવે છે? કેટલીવાર દુષ્ટ લોકોને સમસ્યાઓ હોય છે?