Job 21:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ખીણની માટીનાં ઢેફાં પણ તેને મીઠાં લાગશે, જેમ તેની અગાઉ અગણિત માણસો લઈ જવામાં આવ્યા હતા, તેમ સઘળાં માણસો તેની પાછળ જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેને તો કબરના ખાડામાં પૂરાતાં ઢેફાં ય મીઠાં લાગે છે, અને તેની અંતિમયાત્રામાં આગળપાછળ અસંખ્ય લોકો જોડાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ખીણનાં ઢેફાં તેને મીઠાં લાગશે, અને જેમ તેની અગાઉ અગણિત [માણસો] લઈ જવામાં આવ્યા હતા, તેમ બધા માણસો તેની પાછળ તણાતા જતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એની કબરમાં માટી પણ એની આસપાસ નરમાશથી પથરાઇ જાય છે. એની આગળ અને પાછળ મોટી મેદની હોય છે.