Job 24:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
થોડા સમય માટે દુષ્ટ માણસ ઉચ્ચ સ્થાને ચઢે છે પણ થોડી મુદત પછી તે નષ્ટ થાય છે; હા, તેઓને અધમ સ્તિથિમાં લાવવામાં આવે છે; બીજા બધાની જેમ તે મરી જાય છે; અનાજના કણસલાંની જેમ તે કપાઈ જાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અલ્પ સમય માટે તેઓ ઊગી નીકળે છે, પણ પછી નષ્ટ થાય છે; નકામા છોડની જેમ તેઓ કરમાઈ જાય છે; તેઓ ધાન્યના કણસલાંની જેમ કપાઈ જાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ ઉચ્ચ પદવીએ ચઢે છે; પણ થોડી મુદતમાં તેઓ નષ્ટ થઈ જાય છે. હા, તેઓને અધમ સ્થિતિમાં લાવવામાં આવે છે, બીજા બધાની માફક તેઓ મરે છે, અને ધાન્યનાં કણસલાંની જેમ તેઓ કપાઈ જાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઘડીક માટે દુષ્ટ માણસ ઊંચો આવે છે પણ પછી તે મળતો નથી. બીજા દરેકની જેમજ તે ધાન્યની જેમ કપાઇ જશે.