Job 24:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, અરણ્યનાં જંગલી ગધેડાની જેમ, તેઓ પોતાને કામે જાય છે અને ખંતથી ખોરાકની શોધ કરે છે; અરણ્ય તેઓના સંતાનો માટે ખોરાક આપે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેથી ગરીબો જંગલી ગધેડાની જેમ રણપ્રદેશમાં ખોરાક શોધવાના કામે જાય છે, અને તેઓ વગડામાં પોતાનાં બાળકો માટે આહાર શોધે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ અરણ્યનાં જંગલી ગધેડાંની જેમ પોતાને કામે જાય છે, અને ખંતથી ખોરાક શોધે છે. અરણ્ય તેમને તેમનાં છોકરાંને માટે ખોરાક [આપે છે].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જંગલી ગધેડાની જેમ, ગરીબોએ કામ અને ખોરાકની શોધમાં ભટકવું પડે છે. તેઓ ખોરાકની શોધમાં બહાર જવા માટે વહેલી સવારે ઉઠે છે. તેઓના સંતાનો માટે ખોરાક મેળવવા, તેઓ મોડી સાંજ સુધી કામ કરે છે.