Job 28:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માણસની વસ્તીથી દૂર તેઓ ખાણ ખોદે છે. ત્યાંથી પસાર થનાર તે ખાણ વિષે જાણતા નથી, તેઓ માણસોથી દૂર લટકે છે તેઓ આમતેમ ઝૂલે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માનવવસવાટથી દૂર ખાણોમાં તેઓ ઊંડા બાકોરાં ખોદે છે; જ્યાં રાહદારીઓ ભૂલથીય જતા નથી, ત્યાં એકાંતમાં તેઓ દોરડાં પર લટકીને ઝૂલે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માણસની વસતિથી દૂર તેઓ ખાણ ખોદે છે; ત્યા થઈને જનાર તે ખાણ વિષે જાણતા નથી; તેઓ માણસોથી દૂર લટકે છે, તેઓ આમતેમ ઝૂલે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ખનીજ ધાતુની શિરાના ચિહન દ્વારા કામદારો જમીનની અંદર નીચે ઊંડાણમા ખોદે છે. તેઓ, લોકો રહે છે તેનાથી દૂર એવી જગ્યાએ જયાં કોઇ કદી ગયું નથી ત્યાં રહે છે. તેઓ જમીનમાં નીચે ઊંડા ઊતરે છે.