Job 3:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાં ગુલામો ભેગા થઈને આરામ મેળવે છે. ત્યાં તેઓને વૈતરું કરાવનારાઓનો અવાજ સાંભળવો પડતો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગુલામો પણ ત્યાં નિરાંત અનુભવે છે. કારણ, ત્યાં તેમને મુકાદમોની બૂમો સાંભળવી પડતી નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાં ગુલામો એકત્ર થઈને વિશ્રાંતિ મેળવે છે; ત્યાં વેઠ કરાવનારનો અવાજ તેઓને સાંભળવો પડતો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગુલામોને પણ કબરમાં આરામ મળે છે કારણકે તેઓને ચોકીદારો તેના પર બૂમો પાડતા તે સંભળાતું નથી.