Job 3:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે, તે દિવસ અજવાળાની રાહ જોયા કરે પરંતુ તે તેને મળે નહિ; તેનો અરુણોદયનો પ્રકાશ બિલકુલ દેખાઓ નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના પરોઢના તારા અંધકારમાં ગરક થઈ જાઓ, તે અજવાળાને ઝંખે, પણ તે તેને ન મળો, તે કદી પ્રભાતનાં કિરણો ન જુએ;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના પ્રાત:કાળના તારા અંધકારમાં ડૂબી રહો. તે [દિવસ] અજવાળાની રાહ જુએ, પણ તે તેને મળો નહિ. તેના અરુણોદયનો પ્રકાશ મુદ્દલ દેખાઓ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે, તે રાત્રિ ભલે સવાર થવાની રાહ જોયા કરે પરંતુ પ્રકાશ તે આ ઉગતા સૂર્યના પહેલા કિરણોને ન જુએ.