Job 30:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ હવે જે મારા કરતાં ઉંમરમાં નાના છે જેઓના પિતાઓને હું મારા ટોળાંના કૂતરાઓની હરોળમાં પણ ન રાખું તેટલા નીચા ગણતો, તેઓ આજે મારી હાંસી કરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પરંતુ હવે તો જેમના પિતાઓને હું ઘેટાંના ટોળાં સાચવનાર કૂતરા જેવા ઊતરતી કક્ષાના ગણતો તેવા વયમાં મારાથી નાના મારી ઠેકડી ઉડાવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ હવે મારા કરતાં નાનાઓ, જેઓના પિતાઓને હું મારા ટોળાના કૂતરાઓની પંક્તિમાં પણ ન મૂકું તેટલા હલકા ગણતો, તેઓ આજે મને હસી કાઢે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પરંતુ હવે જે મારા કરતાં ઉંમરમાં નાના છે. તેઓ પણ મારી મશ્કરી ઉડાવે છે. અને તેઓના પિતા એટલા લાયકાત વગરના હતા કે હું તેઓને મારા ઘેટાંઓનું ધ્યાન રાખનાર કૂતરાઓ સાથે પણ રાખીશ નહિ.