Job 31:35 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અરે જો કોઈ મારી વાત સાંભળતું હોત તો કેવું સારું! જુઓ, આ મારું ચિહ્ન છે; સર્વશક્તિમાન મને ઉત્તર દો. જો મારા પ્રતિવાદીએ અપરાધનો આરોપ લખ્યો હોત તો કેવું સારું!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોઈ મારી દાદ સાંભળે તો કેવું સારું! આ મારી આખરી અરજ છે; સર્વસમર્થ મને ઉત્તર આપો! મારો પ્રતિવાદી મારા પરનું આરોપનામું લખીને આપે તો કેવું સારું!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અરે મારી દાદ સાંભળનાર કોઈ હોય તો કેવું સારું! (જો, આ રહ્યું મારું ચિહ્ન, સર્વશક્તિમાર મને ઉત્તર આપે [તો કેવું સારું]!) અને મારા પ્રતિવાદીએ લખેલું તહોમતનામું મારી પાસે હોત તો કેવું સારું!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અરે હું ઇચ્છું છું, મને કોઇ સાંભળતું હોત! મને મારી બાજુ સમજાવવા દો. હું ઇચ્છું છું કે સર્વસમર્થ દેવ મને જવાબ આપે. હું ઇચ્છું છું કે તેને જે લાગે મેં ખોટું કર્યુ છે તો તે લખી નાખે.