Job 33:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ઈશ્વરને પ્રાર્થના કરશે અને ઈશ્વર તેને કૃપા આપે છે, અને તે ઈશ્વરનું મુખ જોઈને આનંદ કરે છે. અને ઈશ્વર તે માણસને તેની પ્રામાણિક્તા પાછી આપે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી માણસ ઈશ્વરને પ્રાર્થના કરે એટલે તે તેને સ્વીકારશે, માણસ ઈશ્વરની સંમુખ હર્ષોલ્લાસ કરશે, અને લોકો સમક્ષ પોતાના ઉદ્ધારની જાહેરાત કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે ઈશ્વરની પ્રાર્થના કરે છે, અને એ તેના પર એવા કૃપાવાન થાય છે કે, તે એમનું મુખ જોઈને હર્ષ પામે છે, અને મનુષ્યોને તે તેની નેકી પાછી બક્ષે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે દેવને પ્રાર્થના કરે છે, અને દેવ તેની પ્રાર્થનાનો જવાબ આપે છે. અને તે વ્યકિત એનું મુખ જોઇને આનંદમાં આવી જઇ બૂમો પાડશે અને દેવની ઉપાસના કરશે. અને ફરીથી તે સારું જીવન જીવવા લાગશે.